મ્હે .પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા તથા ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જી.મયા ( ગઢવી ) પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા બાબરા પો.સ્ટે . પાર્ટ એ- ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૧ ૦૪૦૬ / ૨૦૨૧IPC કલમ -૩૬૩ , ૩૬૬ , તથા પોકસો કલમ -૧૮ વિ . મુજબના કામે અમરેલી જીલ્લાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામેથી તા .૨૯ / ૧૦ / ૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા બાબરા પો.સ્ટે ને સોપવા તજવીજ કરેલ . જેન્તીભાઇ ભુરાભાઇ ઝાપડીયા ઉ.વ. - ૩૫ રહે.સુખપર, તા.બાબરા જી.અમરેલી, તા .૨૯ / ૧૦ / ૨૦૨૨ ૩ ગુન્હાની વિગતઃ આ કામે આરોપીએ ફરીયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં બદકામ કરવાના ઇરાદે સગીર વયની બાળાને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગુન્હો કરેલ અને આ ગુન્હામાં આરોપી નાસતો ફરતો હોય અને નામ દાર સ્પેશ્યલ પોકસો કોર્ટ અમરેલી દ્રારા આરોપીનું CRPC કલમ -૭૦ મુજબનું ફરાર પક્ડ વોરંટ ઇશ્યુ કરેલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , શ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ.પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા , શ્યામકુમાર બગડા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા પો.કોન્સ . જીગ્નેશભાઇ પોપટાણી , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.