ગોંડલ માં આવેલ જેતપુર રોડ જે મુખ્ય માર્ગ ગણાય છે ગોંડલ થી એક તરફ જસદણ તરફ અને બીજી તરફ જેતપુર જવા માટે નો મુખ્ય માર્ગ છે રોડ પર રોજિંદા અનેક ભારે વાહનો પસાર થતા જોવા મળે છે રોજિંદા ટ્રાફિક થી ધમધમતો રહેતા માર્ગ પર આજે "વિકાસ ગાંડો થયો છે" ના બોર્ડ લાગ્યા છે 

જેતપુર રોડ પર આવેલ દાસીજીવણ પાર્ટી પ્લોટ પાસે વારંવાર ભૂગર્ભ ગટર ના સિમેન્ટ ના ઢાંકણા તૂટી જવાની પરંપરા ચાલુ રહી છે ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા ભૂગર્ભ ગટર માં કોઈ અકસ્માત પડી ના જાય તેને લઈને એક બોર્ડ મુકવામાં આવ્યું છે જેમાં "વિકાસ ગાંડો થયો છે" તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ફુલનોહાર પહેરાવવામાં આવ્યો છે જેથી કરી ને વાહનચાલકો ની નજર પડી શકે અને અકસ્માત થતો અટકી શકે હવે જોવાનું એ રહ્યું તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે કે શું?.