પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ણીન્દ્રધામમાં દિવાળી પછીના પાંચ દિવસના વેકેશનમાં ગુજરાતભરમાંથી આવેલા અંદાજે સાડા ત્રણ લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. બીજી બાજુ હાઇવે ગાડીઓના કાફલાની સાથે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.પાટડીમાં 70 લાખ લિટર પાણીને સમાવતા તળાવમાં કમળની પાંખડીઓ વચ્ચે 108 ફુટની ગગનચૂંબી ઊંચાઇ ધરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસીક વર્ણીન્દ્રધામ મંદિર માત્ર 16 જ મહિનામાં તૈયાર થઇ કિર્તીમાન સ્થાપ્યો હતો. અંદાજે 20 એકરમાં ફેલાયેલા આ વર્ણીન્દ્રધામ મંદિરને દિવાળી નિમીત્તે રંગબેરંગી રોશનીઓના ઝગમગાટથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું હતુ. વધુમાં પાટડીના ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે અને સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતુ. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.પાટડી વિરમગામ રોડ પર આવેલા આ વર્ણીન્દ્રધામ મંદિરના દર્શને અને પ્રદર્શની નિહાળવા દિવાળીથી અત્યાર સુધી શનિવારના પાંચ દિવસમાં જ ગુજરાતભરમાંથી આવેલા અંદાજે સાડા ત્રણ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લીધો છે. પાટડી વિરમગામના મુખ્ય હાઇવે પર આવેલા આ વર્ણીન્દ્રધામ મંદિરમાં ગાડીઓના કાફલા અને દર્શનાર્થીઓના અભૂતપૂર્વ ધસારાની સાથે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.