મ્હે.પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દૂર કરવા અને આવી ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ, અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા. પો.ઇન્સ.શ્રી એચ.કે.મકવાણા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી સીટી વિસ્તારમાં ચક્કરગઢ રોડ, સંતરીના કારખાના પાસે જાહેર વિસ્તારમાં રેઇડ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ સટ્ટો રમતા પુરૂષ ઇસમને રોકડા રૂ.૧૧,૪૫૦ - ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે,પકડાયેલ આરોપી મહેશભાઇ કનુભાઇ કાલેણા, ઉં.વ.૨૯, ધંધો.વેપાર,રહે.અમરેલી, જેશીંગપરા, શેરી નં.૦૩, રંગપુર રોડ, સદગુરૂ પાન પાસે, તા.જી.અમરેલી,આમ, પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એચ.કે.મકવાણા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે,
રિપોર્ટર. વેલજીભાઇ એમ. કાલેણાં અમરેલી.