તા .૨૮ / ૧૦ / ૨૦૨૨ ગઇ તા ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રી ના બાર વાગ્યા થી ત્રણ વાગ્યા દરમ્યાન ખેરા ગામે નિમકના ગોડાઉનનુ તાળુ તોડી રૂમમાં રાખેલ સબ મર્સીબલ પંપ જેની કી રૂ ૧૨૦૦૦ / - તથા બેટરી નંગ -૧ જેની કી રૂ ૪૦૦૦ / - તથા એક કેરબાની અંદર ડીઝલ રાખેલ જે ડીઝલ લીટર ૨૫ જેની કી રૂ ૨૩૦૦ / - તથા કંમ્પાઉન્ડમા પડેલ ટ્રેકટર તથા ટ્રોલી જેની કી રૂ ૧,૭૦,૦૦૦ / - મળી કુલ કી રૂ ૧,૮૮,૩૦૦ / - ના મુદામાલ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્ધ મરીન પીપાવાવ પો એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૪૫૨૨૦૪૨૮/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦ મુજબ નો ગુન્હો રજી થયેલ ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા અનડીટેકટ ઘરફોડ ચોરી ના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓએ ઘરફોડ ચોરી ના અનડીટેકક ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નેત્રમ ભાવગનર તથા નેત્રમ જુનાગઢ તથા અમરેલી એલ.સી.બી ના ટેકનીકલ સપોર્ટ દ્વારા મરીન પીપાવાવ પોર્સ્ટ ના પો.સબ.ઇન્સ ડી.બી.મજીઠીયા સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી , આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આરોપીઓની વિગત ( ૧ ) સુરેશભાઇ મનજીભાઇ વાઘેલા હાલ રહે સોડવદરા તા જી ભાવનગર મુળ રહે ચોક તા જેસર જી ભાવગનર ( ૨ ) સવજીભાઇ ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા રહે ખેરા તા રાજુલા જી અમરેલી મુદામાલની વિગત ( ૩ ) દેવકભાઇ મશરૂભાઇ પરાલીયા રહે.હાલ જોશીપરા પટેલ વાડી પાસે જુનાગઢ તા.જી જુનાગઢ મુળ રહે અડવાળ તા ધંધુકા જી અમદાવાદ ( ૧ ) મેસી ફરગ્યુસન ટ્રેકટર તથા ટ્રોલી જેની કી રૂ ૧,૭૦,૦૦૦ / ( ૨ ) બેટરી નંગ -૧ કિં રૂ ૪૦૦૦ / ( ૩ ) એક કેરબાની અંદર ડીઝલ રાખેલ જે ડીઝલ લીટર ૨૫ કિં રૂ ૨૩૦૦ / ( ૪ ) સબ મર્સીબલ પં ૫ કિ રૂ ૧૨૦૦૦/-

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.