તળાજાનાં ડુંગરાળ વિસ્તાર નજીક કુંઢડા ગામે પંકજભાઈ ધાંધલીયાના માલઢોરના વાડામાં ઘુસી જઇ ઘાતક હુમલો કરીને વાછરડી મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો
મળતી માહિતી પ્રમાણે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધતા ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે. સિંહ દ્વારા મારણ કરતાની સાથે કુંઢડા ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડુંગર વિસ્તારમાં વાડી ધરાવતા પંકજભાઈ રાઘવજીભાઈ ધાંધલીયાના માલઢોરના વાડામાંથી એક વાછરડીનું મારણ કર્યુ હતું આ બાબતે પંકજભાઈ ધાંધલ્યાએ તળાજા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ કુંઢડા ગામ પર પહોંચ્યો હતો. અને મારણ કરેલા સ્થળ પર જઈ વિગતવાર નોધી હતી.અને મારણ કરેલ વાછરડીના માલિકને તેમનું વળતર મળે તે માટે જરૂરી કાર્યવાહી તળાજા વિભાગ દ્વારા કરવામાં આવી હતી