વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને જોરદાર બનાવવા માટે નવા નવા ફીચર્સ ઉમેરતું રહે છે. ડેવલોપર્સ સ્ટેબલ વર્ઝનમાં આ ફિચર એડ પહેલા બીટા વર્ઝનનું ટેસ્ટિંગ કરે છે. બીટા વર્ઝન પર એક નવી સુવિધા જોવામાં આવી છે જે આપણે આવનારા સમયમાં સ્ટેબલ વર્ઝન પર જોઈ શકીશું.

અત્યાર સુધી ગ્રુપ ચેટ્સમાં, મેસેજિંગ કરતી વખતે યુઝર્સનું નામ અથવા તેનો નંબર દેખાતો હતો, પરંતુ આગામી અપડેટ્સમાં આ પદ્ધતિ બદલાઈ શકે છે. બીટા વર્ઝનમાં પ્રોફાઈલ ફોટો વિથ-ઈન ગ્રુપ ફીચર જોવામાં આવ્યું છે.

WhatsApp હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે અને તે અત્યારે બધા બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. જેના કારણે ગ્રુપમાં મેસેજ કે રિપ્લાય કરનાર વ્યક્તિનો ફોટો પણ નામ કે નંબર સાથે દેખાશે.

ફિચરમાં નવું શું છે?

WhatsAppનું લેટેસ્ટ ફીચર હાલમાં iOS બીટા વર્ઝન 22.18.0.72 પર છે. તેનો સ્ક્રીનશોટ WABetaInfo દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રુપ મેમ્બરનો પ્રોફાઈલ ફોટો તેમના મેસેજ સાથે જોઈ શકાય છે.

જો યુઝરે પ્રોફાઈલ ફોટો સેટ ન કર્યો હોય અથવા પ્રાઈવસી સેટિંગ્સને કારણે ફોટો દેખાતો નથી તો યુઝર્સને ડિફોલ્ટ આઈકન દેખાશે. જો કે આ ફીચર માત્ર એક કોસ્મેટિક ચેન્જ જેવું છે પરંતુ આની મદદથી તમે મેસેજ મોકલનાર વ્યક્તિને આસાનીથી ઓળખી શકો છો.

આનાથી સામાન્ય નામથી થતી મૂંઝવણ દૂર થશે. હાલમાં આ ફિચર ડેવલપિંગ ફેઝમાં છે અને તે સ્ટેબલ વર્ઝનમાં ક્યારે આવશે તે જાણી શકાયું નથી. આ સિવાય એપ ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહી છે.

અન્ય ઘણા નવા ફિચર ટૂંક સમયમાં 

તાજેતરમાં તેનું બ્લર ઇમેજ ફીચર સામે આવ્યું છે, જેમાં યુઝર્સ ફોટો મોકલતા પહેલા તેને બ્લર કરી શકે છે. આ માટે એપમાં ડ્રોઈંગ ટૂલ ઉમેરવામાં આવી રહ્યું છે. તેમજ તમે કૅપ્શન સાથે કોઈપણ ફોટો અને ડોક્યુમેન્ટ મોકલી શકશો. સ્ટેબલ વર્ઝન પર તાજેતરમાં ગ્રુપ લિંક્સ અને ઓનલાઈન સ્ટેટસ હાઇડનું ફીચર આવ્યું છે.