થોરડી નજીક બનેલ બનાવમાં સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામનાં ૨૭ વર્ષિય બાઈક સવાર આહિર યુવકનો ભોગ લેવાયો.
બાઈક સવાર જયેન્દ્ર કુમાર મધુભાઈ કાતરીયા ઉ. વ. ૨૭,રહેવાસી. ગામ ઘાંડલા, (વિજપડી)તાલુકો.સાવર કુંડલા, જી. અમરેલી. હોવાનું જાણવા મળ્યું છે.
જેઓ પોતાના વતન ઘાંડલા ગામે થી તેમનાં ભત્રીજા નાં કરનાં નિવેદ કરવા જરપરા ગામે સુરાપુરા બાપા ના ચોખા જવારવા માટે જવાના હોઈ જે જરપરા પોતાનાં કુટુંબી જનો ને પણ સાથે લઈ જવા નાં હોય તે કુટુંબી જનો માટે અલગ વાહન ઘાંડલા ગામેથી રવાના કરી પોતે પોતાની સગાઈ ખોડિયાણા ગામે હરેશભાઈ મોરની દીકરી બેન સાથે થયેલ હોઈ, જેથી તેમની પત્ની ને આ નિવેદમાં લઈ જવાના હોય. તેઓ પોતાના કુટુંબી જનો નુ વાહન ઘાંડલા ગામે થી જરપરા જવા રવાના કરી પોતે ખોડિયાણા ગામે જવા બાઈક લઈ ને પોતાની પત્ની ને તેડવા માટે રવાના થયેલ જ્યાં થોરડી નજીક હાઇવે ઉપર બિન સતાવાર રીતે મળતી માહિતી મુજબ કોઇ અજાણ્યા ટ્રક ચાલકે વહેલી સવાર ના સાતેક વાગ્યા નાં અરસામાં થોરડી નજીક ઠોકરે લેતાં બાઈક સવાર આહિર સમાજના નો નવયુવાન જયેન્દ્ર ને અડફેટે ચડાવતા રોડ પરજ જયેન્દ્ર નાં અરમાનો આશાઓ ધૂળ માં રોળાઇ ગયા હતા. અને ધટના સ્થળ પરજ તેમનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
આ ધટનાની જાણ રાહદારીઓ અને બાજુમા રહેતાં નવા આગરીયા ગામનાં આહિર સમાજ નાં અગ્રણીઓને થતા તેઓ નું ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતું
આમ આ અક્સ્માત ની જાણ ઘાંડલા ગામ માં થતા ઘાંડલા ગામે શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.