ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી એક કંપનીમાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. 

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ઓમ સિદ્ધિવિનાયક કંપનીમાં ગત મોડી રાત્રે અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના જન સંપર્ક અધિકારી સચિન તોમરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુંકે. સેઝ સ્થિત ઓમ સિદ્ધિવિનાયક કંપનીમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી ઘટનાની જાણ થતાં પાંચ જેટલા ફાયર ફાઈટરો ઘટના પહોંચી આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. કંપની દ્વારા વિદેશથી વેસ્ટ કાપડ નિકાસ કરવામાં આવે છે વેસ્ટ કાપડના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ વહેલી સવાર સુધી અંકુશમાં આવી ન હતી જેના લીધે આસપાસના એકમોમાં ભયનો માહોલ ફેલાહો હતો

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*