સિહોર શહેરમાં દિપાવલીની. ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના શુભ દિવસે લોકોએ. શારદા પૂજન, ચોપડા પૂજન, શ્રી યંત્ર ફુબેરયંત્રની પૂજા અર્ચના. સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ઈષ્દેવની આરાધના કરી હતી અને મોડી રાત્રે આકર્ષક રોશની વચ્ચે આતશબાજી કરી પર્વની ઉજવણી કરી હતી. પર્વ નિમિત્ત વિવિધ મંદિરોને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના પરિવારોએ પણ ઉત્સાહપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી આનંદ સાથે કરી હતી,લંકા ઉપર વિજય મેળવ્યા બાદ ભગવાન શ્રીરામ અયોધ્યા ખાતે પસ્ત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું, ત્યારથી ભારતભરમાં દિપાવલી પર્વને પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે સિહોર ખાતે દિવાળી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરાઈ હતી. સિહોરમાં શનિવારના રોજથી સોમવાર મોડી રાત સુધી ગ્રાહકોની ચહલપહલથી ઘમધમી ઉઠયા હતા. પર્વ નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરોને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યા છે. શહેરમાં દિવાળીની અદભુત રોનક જોવા મળી હતી. શહેરમાં દિવાળીની ધૂમ ખરીદી થઇ હતી અને બજારામાં પણ ઉત્સાહનો માહોલ હતો. શહેરના અનેક વિસ્તારોમાં લાઈટિંગના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે સિહોરને જાણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સિહોર શહેરની અંદર દરેક પર્વની ખૂબ જ ધમધામપૂર્વકની ઉજવણી થતી હોય છે, આખી રાત આતશબાજી આકાશમાં જોવા મળી હતી. શહેરનું આકાશ પણ જાણે રંગબેરંગી રોરાનીથી સજાવી દીધું હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं