તા:- 25/10/2022 ને મંગળવારના રોજ ગોધરા તાલુકાના ખજૂરી (મહારાજના મુવાડા) ગામની સીમમાંથી લગભગ 10:30am વાગે એક 12 ફૂટનો અને લગભગ 25kg વજન ધરાવતો વિશાળકાય અજગર કુન્દનભાઈના ખેતરમાં આવી ચડ્યો હતો. આ વાત જાણવા મળતા લોકોના ટોળે ટોળા અજગરને જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે ગામના ડેપ્યુટી સરપંચશ્રી રાયમલસિંહ અને ગામના જાગૃત નાગરિક ચંદ્રસિંહે જિલ્લામાં કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ટીમના સભ્ય રામસિંહભાઈને જાણ થતા એમને સત્વરે NGOના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહને જાણ કરતા તેમને ગોધરા વનવિભાગના ફોરેસ્ટરશ્રી સંદીપભાઈ પરમારને જાણ કરી હતી. સમગ્ર રેસ્ક્યુ ફોરેસ્ટરશ્રી સંદીપભાઈના માર્ગદર્શન હેઠળ પૂરું કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુમાં ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ હાજર રહી અને ગણતરીની મિનિટોમાં સલામત રેસ્ક્યુ બાદ તેની પ્રાથમિક ચકાસણી કરી વનવિભાગ સાથે તેને માનવ વસવાટથી દૂર નિર્જન સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ગોધરા