સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે છળકપટથી કે ચોરીથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો સાથે શકમંદ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પ્રવિણ આલ તથા હેડ કોન્સ. જયરાજસિંહ, પો.કોન્સ. મીત વગેરે સ્ટાફ સાથે ધ્રાંગધ્રા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. આ દરમિયાન જૂની મોચી વાડ પાસે પહોચતા ખાનગી બાતમી રાહે હકીકત મળી હતી કે, એક ઈસમ પાસે છળકપટથી મેળવેલા તાંબા પિત્તળના વાસણો હોય જે હાલ દીલ્લી દરવાજા પાસે વાસણો ભરેલા કોથળા સાથે ઉભેલો છે અને બજારમાં વેચવા જનાર છે.આ હકીકત મળતા બાતમી જણાવેલી જગ્યાએ પોલીસે પહોચી મજકુર ઇસમને કોર્ડન કરી પંચો રૂબરૂ મજકુર ઇસમની પુછપરછ કરી હતી. જેમાં પોતાનું નામ સોહીલ ઉર્ફ દાબેલો હાજીભાઇ પઠાણ ( ઉ.વ 22 ) ધંધો- મજૂરી ( રહે. ચાતરીયા હનુમાન પાસે નાની બજાર ધ્રાંગધ્રાં જી.સુરેન્દ્રનગર ) વાળા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા તાંબા-પીત્તળના વાસણો બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો.જે વાસણો જોતા માટલી નંગ-8, બોઘણા નંગ-09, ડોલ નંગ-01, તાસ નંગ 04, તપેલી નંગ-02, કળશ નંગ-01, પ્રાઇમસ નંગ- 01 કડાઇ નંગ-02, થાળી નંગ-02, ઢાંકણા વગરના ડબ્બા નંગ-02 છે, જે તમામ વાસણોનું નજીકમાંથી વજન કાંટો લાવી વજન કરતા આશરે 54 કિલો વજન થયું હતું. જે 1 કિલોની કિ.રૂ.400 - લેખે કુલ કિ.રૂ. 21,600/- થઇ હતી. જે તમામ મુદામાલ ચોરી કે, છળકપટથી મેળવેલો હોવાનું જણાતા મુદ્દમાલ સી.આર.પી.સી. 102 મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી આગળની કાયેવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shivraj Singh Chauhan: 'मांगने से पहले मरना बेहतर...', सीएम की कुर्सी जाने पर क्या-क्या बोले शिवराज सिंह
नई दिल्ली। मध्य प्रदेश विधानसभा चुनाव नतीजों के करीब एक हफ्ते बाद बीजेपी ने अपने नए सीएम का...
GRD નાં જવાનો એ પોતાની માંગણીઓ ને લઈ મામલતદાર તેમજ સચિન પટેલ ને રજૂઆત શું ? કરી જુવો 👇👉
GRD નાં જવાનો એ પોતાની માંગણીઓ ને લઈ મામલતદાર તેમજ સચિન પટેલ ને રજૂઆત શું ? કરી જુવો 👇👉
નવાગામમાં દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય કરાયો...
નવાગામમાં દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય કરાયો...
પ્રેમલગ્ન કરી ગઢડા આવેલા વિસનગરના યુવકની હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા:પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગઢડા ગામે યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે જેને લઈ સમગ્ર...