મહેમદાવાદ ખાતે ""ભાવેશ રાવલ ફાઉન્ડેશન "" ના ભાવેશભાઈ રાવલ સાથે તેમનો પરિવાર તેમજ ફાઉન્ડેશન ટીમ સૌ સાથે મળી એક અનોખી રીતે જરૂરિયાતમંદ તેમજ દરિદ્રનારાયનો... નાના ભૂલકાઓ.. તેમજ ગરીબ બાળકો સાથે કરી દિવાળી પર્વ ની ઉજવણી......!!!!!!!!

    મહેમદાવાદ ના"" ભાવેશ રાવલ ફાઉન્ડેશન "" ના ભાવેશભાઈ રાવલ તેઓ પોતે તેમના ધર્મ- પત્ની સાથે સહપરિવાર અને તેમની ટીમ જેમાં ગીતા ભટ્ટાચાર્યા,ભાવનાબેન નાણાવટી,શ્રી નિશાંત નાણાવટી,ખુશ્બૂબેન મકવાણા,જયશ્રીબેન શાહ,મિલાપ શાહ,નરેન્દ્રભાઈ ગોહેલ, અલ્પેશભાઈ મહેતા,પારૂલબેન શાહ જેવા અનેક મોટી સંખિયામા એકત્રિત થઇ જરૂરિયાતમંદ તેમજ દરિદ્રનરાયણો ને ખાત્રજ ગામ મા લગભગ 100 જેટલા મીઠાઈ ના બોક્સ તેમજ મહેમદાવાદ મા પૂજન હોસ્પિટલ ની પાછળ આવેલ ઝૂંપળપટ્ટી મા જઈને પોતાના પરિવાર તેમજ સ્નેહીજનો સાથે હાઈફાઈ રીતે દિવાળી નો પર્વ નહિ મનાવતા... એક ગરીબ તેમજ જરૂરિયાત ગરીબ વસ્તી મા જઈને ત્યાં ના નાના- નાના ભૂલકાઓ થી લઈને યુવાનો, વૃદધો બધા ની સાથે ભેગાં મળી "" પોતાના એક પરિવાર ની જેમ જ " આ પવિત્ર દિપાવલી નો પર્વ ઉજવ્યો અને દારૂખાનું ફોડી, આતસબાજી કરી સૌ ને દારૂખાના તેમજ મીઠાઈ ના બોક્સ નું વિતરણ કરી એક "" અનોખી રીતે દિપાવલી "" મનાવી...!!!!

    પૂજન હોસ્પિટલ ની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી મા ગરીબ પરિવારો તેમજ તેમના બાળકો સાથે દરવર્ષે આ રીતે "" દિવાળી નો પવિત્ર પર્વ "" મનાવી ને એક માનવતા નું જીવતું જાગતું ઉદાહરણ સમાજ ને જાણે પૂરું ના પાડિયુ હોય...???!!!

   અંત મા સૌ કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તાર ના લોકો એ આ સતકાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કરી પરમાત્મા ને પ્રાર્થના તેમજ દુવા કરી હતી.....