ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં મહિલાની હત્યાની બનાવ સામે આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચિત્રા ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો. ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ માં હોસ્પિટલ ખસેડાયા હતા.