રાજ્ય વિભાગ દ્વારા આઈ પી એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવતા ભાવનગરના રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવની રાજકોટ ખાતે બદલી કરાય છે અને તેમના સ્થાને નવા રેન્જ આઈ.જી તરીકે અમદાવાદ જોઈન્ટ સેક્રેટરી સેક્ટર 2 ના ગૌતમ પરમારને ભાવનગરના નવા રેન્જ આઈ જી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ગૌતમ પરમાર વિશે કેટલીક રસપ્રદ વાતો....જે અંગે જાણીતા જર્નાલિસ્ટ પ્રશાંત દયાળના લેખમાં વર્ણવ્યા અનુસાર માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ પોતાના મુળ અને ભુતકાળને ભુલતો નથી તેમને વર્તમાન આનંદદાયક હોય છે, 2004 બેંચના ગુજરાતના આઈપીએસ અધિકારી ગૌતમ પરમારની કથા પણ કઈક આવી છે, દિવાળીના તહેવારો દરમિયાનનો એક વિડીયો અમારી પાસે આવ્યો જેમાં તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારની એક પોળમાં જાય છે, સામાન્ય રીતે પોલીસને જોતા લોકોના મનમાં એક પ્રકારનો ડર હોય છે, પરંતુ તેમને જોતા પોળના સ્ત્રી પુરુષો અને બાળકોના ચહેરા ઉપર આનંદ હતો તેમને જોતા ઘણા તો અરે ગૌતમ આયા કહી પ્રેમથી તુકારો પણ આપી રહ્યા હતા. મુળ અમદાવાદના વતની અને શાહપુરના સરકારી દવાખાનામાં તેમને જન્મ થયો તેમનું બાળપણ અને સ્કુલનું શિક્ષણ અહિયા થયુ, શહેરની પોળો ત્યારે પણ સાંકડી હતી, પણ સાંકડી ગલીઓ અને સાંકડા ઘરોમાં મોટા હ્રદયના માણસો રહેતા એક એવો સમય હતો જયારે હિન્દુ મુસ્લિમો સાથે રહેતા હતા તેમના માટે દિવાળી અને ઈદ સરખી હતી આ પ્રકારના માહોલમાં ઉછેરલા ગૌતમ પરમાર અત્યંત સામાન્ય પરિવારમાં રહેતા, એક નાનકડુ ઘર જયાં તેઓ રહેતા હતા, આ જ પોળમાં તેમનો એક મિત્ર શૌકત જેનું પ્રમાણમાં મોટુ કહી શકાય તેવુ ઘર હતુ, ગૌતમ પરમાર અને શૌકત સાથે વાંચતા આજે શૌકત વિદેશમાં ડૉકટર છે. પથ્થરવાલી મસ્જીદની પોળમાં અત્યંત ગરીબી અને સંઘર્ષમાં જીવ્યા છતાં ગૌતમ પરમારને બીજા કરતા કઈક જુદુ કરવુ હતું, 2004 માં UPSC પાસ કરી તેઓ ગુજરાત કેડરના IPS બન્યા આજે તેઓ અમદાવાદ સેકટર 2 માં અધિક પોલીસ કમિશર તરીકે ફરજ બજાવે છે, મુળ અમદાવાદના હોવાને કારણે અમદાવાદ અને અમદાવાદના મીજાજને બીજા કરતા સારી રીતે સમજે છે, આજે તેમની પાસે બધુ જ છે, છતાં પોતાનું બાળપણ જયા પસાર થયુ તે નાનકડુ ઘર, પેલા હિન્દુ મુસ્લિમ મિત્રો, શાકની લારીવાળી બહેન, પોળના નાકે આવેલી નાની દુકાનના માલિકો ભુલ્યા નથી, બધુ જ હોવા છતાં મન તો પોળની જીંદગીમાં જ રમ્યા કરે છે, દિવાળીના દિવસોનાં ફરી ગૌતમ પરમારને પોતાનું જુનુ ઘર આવી ગયુ એટલે ત્યાંથી પસાર થતી વખતે તેમણે પોતાના કાફલાને રોકયો અને પોળમાં દાખલ થયા. પથ્થરવાળી મસ્જીદની પોળમાં દાખત થતાં તેમને જોતા બધાના ચહેરા ઉપર એક પ્રકારનો આનંદ હતો, બધાને તેમણે એક પછી એક યાદ કર્યા અને મિત્ર શૌકત વિદેશ રહેતો હોવા છતાં તેમની એકલી રહેતી માતાને મળવા તેમના ઘરે ગયા, દરવાજો ખટખટાવી પહેલા તો પોલીસ સ્ટાઈલમાં કહ્યુ શૌકત કહાએ અને શૌકતને માતાએ દરવાજો ખોલતા ગૌતમ પરમાર તેમને પગે લાગ્યા હતા. એક આઇપીએસ અધિકારી તરીકે સામાન્ય માણસની જેમ કોઈ પણ વિસ્તારમાં જઈને કરવી શરૂઆત કરવી એ પણ એક સામાન્ય માણસ બનીને આ છે ગૌતમ પરમાર જે હવે ભાવનગર રેન્જની જવાબદારી સંભાળશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
One Nation, One Election पर PM Modi इतना ज़ोर क्यों दे रहे हैं? INDIA | 2024 Election
One Nation, One Election पर PM Modi इतना ज़ोर क्यों दे रहे हैं? INDIA | 2024 Election
Upcoming 2 Wheelers: इस महीने एंट्री मारेंगे ये 5 नए दोपहिया वाहन, Ather से लेकर BMW तक लिस्ट में शामिल
Ather Energy की ओर से कल यानी 6 अप्रैल को Rizta ई-स्कूटर पेश किया जाएगा। Bajaj Pulsar NS400 को इस...
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
#thevoiceofchariduar #NewsUpdate
बागड़ी महाविद्यालय में आयोजित की गयी खेलकूद प्रतियोगिताएँ
बागड़ी महाविद्यालय में आयोजित की गयी खेलकूद प्रतियोगिताएँ
नोखा(सुरेश जैन)...
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, હવે EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો
એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે ભ્રષ્ટાચારના આરોપો પછી,...