સિહોર શહેરના મેઇન બજારમાં બે આખલાઓ ચુદ્ધે ચડતાં દોડધામ મચી ગઇ હતી. લાંબા સમય સુધી આખલાઓ ના યુદ્ધને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા અને બજારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે સિહોર શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર રખડતા પશુઓનો આતંક વધતો જઈ રહ્યો છે. તેવા સમયે સિહોરના મેઇન બજાર વિસ્તારમાં આજે સવારે બે આખલાઓ તોફાને ચડયા હતા. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓ ની લડાઈને કારણે બજારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા હતા, તો બજારમાં લારી ધારકો અને અન્ય ફેરિયાઓમા ભયનો માહોલ છવાયો હતો. લાંબા સમય સુધી બંને આખલાઓ વચ્ચે લડાઈ જામતા સ્થાનિક લોકોએ અને પસાર થતા રાહદારીઓ અને દુકાનદારોએ બંને આખલાઓને છૂટા પાડવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં તોફાને ચડેલા આખલાઓ ની લડાઈ ચાલુજ રહી હતી. આખરે લોકોએ લડી રહેલા બન્ને આખલાઓ પર પાણીનો મારો ચલાવતા બંને છુટા પડ્યા હતા. અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અગાઉ પણ સિહોર શહેરમાં રસ્તા પર રખડતા પશુઓ ને કારણે અનેક અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. તોફાને ચડતા રખડતા પશુઓ બજારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે પણ લે છે.ત્યારે ફરી સિહોરની મેઇન બજારમાં તોફાને ચડેલા બે આખલાઓ એ લાબા સમય સુધી આખી બજાર ને માથે લીધી હતી.આખરે આખલાઓ નુ યુદ્ધ પૂરું થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે અવારનવાર જાહેર રસ્તાઓ પર તોફાને ચઢી અને આતંક મચાવતા આવા રખડતા પશુઓને નગરપાલિકા દ્વારા પકડી અને પાંજરે પુરવામાં આવે તે જરૂરી છે.