સિહોર સહિત આ વર્ષે રળકલાકારો માટે દિવાળી અને દિવાળી બાદના દિવસો નાણાંભીડ મંદીના કારણે હોળી બનીને આવ્યા છે. ગત વર્ષે તેજીના તોખારને કારણે ટૂંકાગાળાનું વેકેશન પડયું હતું. પરંતુ આ વર્ષે હીરા બજારમાં દિવાળીનું વેકેશન કેટલા દિવસ સુધી ચાલતે ? તે નિશ્ચિત કહીં શકાય તેમ નથી. હીરાના કામદારો રત્તકલાકારોને કારખાના અને ઓફિસો શરૂ થશે ત્યારે બોલાવીશું તેમ કહીં દવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન અને ગરીબ મધ્યમ વર્ગના હજારો પરિવારની આજીવિકા ગણાતા હીરા ઉધોગની આ વર્ષે નાણાંભીડ અને મંદીના મારને કારણે દિવાળીમાં ચમક ઝાંખી પડી છ. છેલ્લા ઘણાં સમયથી રફ ડાયમંડના ભાવ ઉંચા અને વિદેશોમાં ડિમાન્ડ ઘટી જવાના કારણે હીરા ઉધોગ મંદીના વમળમાં ફસાયો છે. જેના કારણે દિવાળીનું વેકેશન લાંબુ ચાલશે તેવી પૂર્વ ઘારણાં હતી. જે સાચી ઠરી હોય તેમ દિવાળી સમયે પણ હીરા ઉધોગમાં તેજીનો પવન ફૂંકાવાના બદલે મંદીનું મોજુ ફરી વળતા ગત ગુરૂવારથી હીરા બજારમાં રતકલાકારો કામદારોને પગાર કરી અચોક્કસ મુદ્દતનું વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે હીરા વ્યવસાયમાં દિવાળી બાદ પણ મંદી અને નાણાંભીડ રહેવાની સંભાવનાઓને કારણે દરેક કારખાનેદાર અને એસોટીંગની ઓફિસના માલિકો દિવાળી પછી ક્યારે કારખાના ઓફિસો ઉઘાડવી