રાજુલાના ખેતર ગાળા વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી....
રાજુલા શહેરમાં પછાત વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખીને નગરપાલિકાએ તાત્કાલીક રસ્તાની કામગીરી શરૂ કરી હતી. અહીં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતાગાળા વિસ્તારમાં વર્ષોથી રસ્તાના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા હતા. રજૂઆત બાદ પાલિકાએ નવા રોડની કામગીરી શરૂ કરવાત લોકોમાં ખુશી પ્રસરી હતી.
રાજુલા શહેરમાં છેવાડે આવેલા ખેતાગાળા વિસ્તારમાં અનેક પરિવાર વસવાટ કરે છે. અહીં રોડના અભાવે સ્થાનિક લોકો પરેશાન હતા. ખેતાગાળા વિસ્તારમાં રોડ બનાવવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે અંતે પાલિકા એકશનમાં આવ્યું હતું. નગરપાલિકાના સદસ્ય રવુંભાઈ ખુમાણ સહિ પાલિકાની ટીમ દ્વારા 25 લાખના ખર્ચે તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત પ્રસંગે મયુરભાઈ, ઘનશ્યામભાઈ વાઘા, હેમલભાઈ વસોયા, વોર્ડના સદસ્ય રાહુલભાઈ મકવાણા, હિંમતભાઈ જીંજાળા, નાગજીભાઈ જીંજાળા, હિંમતભાઈ મકવાણા, આરિફભાઈ જોખીયા, ઘનશ્યામભાઈ મશરૂ, જયરાજભાઈ ધાખડા, બચુભાઈ જીંજાળા, રાજેન્દ્રભાઈ ધાખડા, સુરેશભાઈ સોલંકી, જયદીપભાઈ કોટીલા વિગેરે ઉપસ્થિત રહ્યા.