સુરત શહેર ના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો ની અંધાદૂધી.
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની અંધાધૂંધી દિવાળીના એક દિવસ પહેલા ઉત્તર ભારતીયો પોતાના વતન જવા માટે દોટ લગાવી હતી. ઉધના રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું. દિવાળીની રજાઓમાં વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ખરેખર મુસાફરોની અંધાધૂંધી સર્જાઈ હતી. મુસાફરોની એટલી મોટી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના હજારોની સંખ્યામાં મુસાફરો જ જોવા મળ્યા હતા. દિવાળી પર ગામ જવા માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશને આડેધડ મુસાફરી કરવાની ફરજ પડી હતી. પોતાનો અને પરિવારનો જીવ જોખમમાં મૂકી મુસાફરો વતન જવાની દોટ લગાવી હતી. ઉધના રેલવે સ્ટેશનથી ઉધના-જયનગર (અંત્યોદય એક્સપ્રેસ) નામની આ ટ્રેનમાં હજારો મુસાફરો મુસાફરી કરવા પહોંચ્યા હતા. મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી. મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી શકતા નથી, તો ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. ટ્રેનમાં મુસાફરી કરવા પુરુષો મહિલાઓ અને બાળકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા હતા. પ્લેટફોર્મ પર પણ જોખમી રીતે મુસાફરોની અવરજવર અને ભીડ ઉધના રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ પર મુસાફરોની કેટલા પ્રમાણમાં ભીડ હતી કે ઊભા રહેવાની પણ માંડ માંડ જગ્યા મળી રહેતી હતી. રેલવે સ્ટેશનના રેલ્વે ટ્રેક પર પણ મુસાફરો આદેધડ પસાર થઈ રહ્યા હતા. રેલ્વે ટ્રેક પરથી બાળકો અને મહિલાઓ પણ એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે મોટા અકસ્માતની પણ અહીં શક્યતા જોવા મળી રહી છે. એટલા પ્રમાણમાં ભીડ થાય છે કે નાના બાળકો સહિતના મુસાફરો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે.