ગુજરાત રાજ્યને હચમચાવનારી લઠ્ઠાકાંડની ઘટનામાં 60 લોકોના મોત નિપજ્યા છે અને 100 વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે સમ્રગ લઠ્ઠાકાંડની ઘટનાની તપાસ સ્ટેટ મનોટરિંગ સેલના વડા નિર્લપ્ત રાય અને અમદાવાદ પોલીસ વડા જયોતિ પટેલ કરી રહ્યા છે અને લઠ્ઠાકાંડમાં જે મિથોનોલ ઝેરી કેમિકલ પીવાથી લોકોના મોત નિપજ્યા છે તે કંપનીના મુળિયા અમદાવાદના પીપલેજ ખાતે આવેલી એમોસ કંપની સાથે જોડાયેલા છે એમોસ કંપનીમાંથી 600 લીટર કેમિકલ ચોરાયુ હોવાનું દાવો કંપનીના માલિક સમીર પટેલ કર્યો છે તો બીજી તરફ પોલીસ પણ સમીર પટેલને સમન્સ મોકલ્યા હતા જો કે તેઓ હાજર રહ્યા ન હતા કહેવાય છે
સમીર પટેલ રાજ્કીય વગ ધરાવે છે અને પૂર્વ મંત્રીના પુત્ર છે જેને લઇ સ્ટેટ મનોટરિંગ સેલના વડા નિર્લપ્ત રાય દ્રારા સમ્રગ કેસની સઘન તપાસ હાથધરવામાં આવી છે. એમોસ કંપનીના ડાયરેકટર હાઇકોર્ટ અરજી કરી છે. સમીર પટેલ, ચંદુ પટેલ , પંકજ પટેલ અને રજત ચોકસીએ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે અરજન્ટ હિયરિંગની માગણી કોર્ટ મંજુર રાખે તો આજે સુનાવણી થશે મિથેનોલ અને ઇથોનોલ ખૂબ ઝેરી કેમિકલ છે
પરંતુ કંપની માલિકની બેદરકારી અને નાશાબંધી આબકારીની નિષ્ક્રિયતાને લઇ એટલા મોટા પ્રમાણમાં કેમિકલની ચોરી થઇ હતી કેમિકલ ચોરી થઇ હોવા છતા કંપની માલિકે ફરિયાદ નોંધાવી ન હતી