રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી મુખ્ય બે પાર્ટી વચ્ચે જંગના મંડાણ થઈ ચૂક્યા છે તેમાંય આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે,આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ 10 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે

ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર આપ ચૂંટણી લડશે. ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

રાજ્યમાં એક તરફ કોંગ્રેસ મુક્ત વાતાવરણ ઉભું કરવામાં વ્યસ્ત ભાજપ કોંગ્રેસના નેતાઓને ભરતી કરવામાં પડ્યું તે સમયનો મોકો ઉઠાવી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી થી ત્રસ્ત જનતાને સસ્તી વીજળી અને ઉચ્ચ કક્ષાના આધુનિક મફત શિક્ષણ તેમજ નવી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો કોલ આપતા ગુજરાતમાં આપ તરફી માહોલ બની રહ્યો હોય ભાજપનું ટેંશન વધ્યુ છે અને કોંગ્રેસ કાઢવા હતા આપ ઘૂસી ગયાનું જણાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આપ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ બની રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે