સાબરમતીમાં ઝૂંપડપટ્ટીમાં ઘરમાં એકલી રહેલી 31 વર્ષીય દિવ્યાંગ યુવતીના

ઘરમાં ઘૂસીને યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવક ઘરમાં ઘૂસી જબરદસ્તી કરી

રહ્યો હતો તે દરમિયાન યુવતીની માતા આવી જતાં યુવકે ભાગવા પ્રયાસ

કર્યો હતો, પરંતુ યુવતીની માતાએ બૂમાબૂમ કરતા ટોળાંએ પકડી લીધો હતો

અને સાબરમતી પોલીસને બોલાવી પકડાવી દીધો હતો. આ બનાવ અંગે

સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો છે. સાબરમતીમાં ઝૂંપડપટ્ટીમાં મહિલા તેની

31 વર્ષીય પુત્રી સાથે રહે છે.

બપોરના સમયે મહિલા કામ અર્થે બહાર ગઈ હતી ત્યારે ઘરમાં યુવતીને

એકલી જોઈ 20 વર્ષીય યુવક ઘરમાં ઘૂસ્યો હતો અને યુવતી સાથે

જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજારવા લાગ્યો હતો. દરમિયાન યુવતીની માતા ઘરે

આવી જતાં યુવક ઘરમાંથી ભાગવા લાગ્યો હતો. આથી યુવતીની માતાએ

બૂમો પાડતાં સ્થાનિકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું અને યુવકને પકડી લીધો

હતો. પકડાયેલા યુવકનું નામ પૂછતાં તેણે અરશદ શેખ હોવાનું જણાવ્યું

હતું.