રાજ્યમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પોલીસ વિભાગ સતત બન્યું છે ત્યારે સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાં દારૂ ઘૂસવવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના કોસ્ટલ હાઇવે પર ડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ડુંગરી પોલીસને બાતમી મળી હતી કે સંઘ પ્રદેશ દમણ થી બે જેટલી રિક્ષામાં ચોર ખાના બનાવી દારૂ લઈ જવામાં આવી રહયો છે ડુંગરી પોલીસે કોસ્ટલ હાઇવે પર વોચ રાખતા બાતમી વાળી બંને રીક્ષા ઉટડી ત્રણ રસ્તા નજીક આવતા રીક્ષા અટકાવી તપાસ કરતા રિક્ષાના હુડમાં છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.ડુંગરી પોલીસે બંને રીક્ષા કબજે કરી ચાલકની ધરપકડ કરી કુલ રૂ.1,15,000 નો મુદામાલ જપ્ત કરી 5 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય બાબત એ છે કે બુટલેગરો દ્રારા હવે પેસેન્જર રિક્ષામાં ચોર ખાન બનાવી દારૂ હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો હતો જે પ્રસાસ પોલીસ દ્રારા નિષ્ફળ કરવામાં આવ્યો છે..