અમરેલી તા.૨૧ ઓક્ટોબર,૨૦૨૨ (શુક્રવાર) દર વર્ષે ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને અલગ અલગ કેટેગરીમાં દિવ્યાંગ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. અમરેલીના શ્રી દિનેશભાઈ વલ્લભભાઈ ઝાંપડીયાને જાહેરક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓની કેટેગરીમાં દિવ્યાંગ પારિતોષિક-૨૦૨૧ એનાયત કરવામાં આવ્યો છે. જાહેરશ્રેત્રની કેટેગરીમાં શ્રી દિનેશભાઈએ પારિતોષિક જીતીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓને આ સન્માન તેમણે દિવ્યાંગ કર્મચારી તરીકે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યું છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .