સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક પોલીસ

સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક પોલીસ

સુરત બસ સ્ટેશન પાસે 14 વર્ષનું એક નાનકડું બાળક રડતું હતું. એ સમયે સુરત શહેર ટ્રાફિક પી.આઇ.કે.એ.ચાવડા અને હે.કો. રાજેશકુમાર વાલજીભાઇ, ભેરાભાઇ ખેતાભાઇ અને ટી.આર.બી અવિનાશ કૈલાશ, રાહુલ મુકેશ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એમણે આ બાળકને રડતું જોયું અને બાળક સાથે વાત ચિત્ત કરી હતી

 બાળકના જણાવ્યા અનુસાર વર્લા ગામથી બે અજાણ્યા ઇસમો ફોસલાવીને એને બસમાં બેસાડી સુરત લઇ આવ્યા અને સુરત બસ સ્ટેશન પર મૂકીને નાસી ગયા હતા.

 ટફિક પોલીસના પૂછવાથી બાળકે ટ્રાફિક પોલીસને એનાં પિતાનો મોબાઇલ નંબર જણાવ્યો. જેથી ટ્રાફિક પોલીસે બાળકનાં પિતા સાથે વાત કરતા પોતાનું ખોવાયેલું બાળક મળી આવ્યું

એવું જાણી પિતા ખૂબ ખુશ થઇ ગયા અને સુરત રહેતા એમના સંબંધીને બાળકને લેવા મોકલ્યા. 

બાળકનું પરિવાર સાથે મિલન થતા હર્ષની લાગણી છવાઇ ગઇ.

સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક પોલીસ