. તા .૨૧ / ૧૦ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , ગઇ કાલ તા .૨૦ / ૧૦ / ૨૦૨૨ ના જાફરાબાદ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે પ્રોહી . બુટલેગર ઇસમ પોતાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં પ્રોહી . બુટલેગર ઇસમની વાડીએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવેલ હોય , અને મજકુર પ્રોહી . બુટલેગર ઇસમ હાજર મળી આવેલ ન હોય , મજકુર પ્રોહી . બુટલેગર ઇસમ વિરૂધ્ધ પ્રોહી . ધારા તળે કાર્યવાહી કરી , પકડાયેલ પ્રોહી.મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે અને પકડવાના બાકી પ્રોહી બુટલેગર આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે . → પકડવાનો બાકી પ્રોહી બુટલેગર આરોપીઃ ભાવેશ ભીમાભાઇ વાઘેલા , રહે.રોહીસા , તા.જાફરાબાદ , જિ.અમરેલી , → પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૪૮૦ , કુલ કિં.રૂ .૨૧,૬૦૦ / - નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.