રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા વધુ એક સેવાકીય કાર્ય થકી સમાજને ઉપયોગી થવાની કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૯ ઓકટોબરના રોજ શહેરની ડી.એન. ટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરલ હાયજીન કેમ્પ યોજાયો હતો.રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા બાળકોનું મૌખિક સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી એક ઓરલ ચેક-એપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રતિષ્ઠીત દાંતના તબીબ દ્વારા શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓનું નિશુલ્ક ડેન્ટલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા તબીબ ડો. પ્રતીક શાહ, ડો. અર્પિત પારેખ, ડો. વિશ્વા લાડાની અને ડો. અવની વોરા દ્વારા આ કાર્ય માટે સેવા પ્રદાન કરાઈ હતી. સાથે જ વિદ્યાર્થીઓને ઓરલ હાઈજીન કેવી રીતે જાળવી રાખવી જોઈએ અને તમાકુ જેવા વ્યસનથી થતા ગેરફાયદાઓ વિશે સમજાવી તેમને વ્યસન મુક્ત થવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરેકટ ક્લબ ઓફ વઢવાણ સિટી ના પ્રમુખ શ્રી જેનીલ દોશી, સેક્રેટરી વત્સલ સોની, પ્રોજેક્ટ ચેર જૈનમ કોઠારી અને કો-ચેર રોમીલભાઈ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.