ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા જરૂરી સૂચનો આપવામાં આવેલ હોય , તથા એ.ટી.એસ ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે . જે અનુસંધાને શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવા ધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , એસ.ટી.ડેપો તરફ જવાના રસ્તે અમરેલી સીવીલ હોસ્પિટલ , દેવીપુજક વાસ પાસે , બે ઈસમો એક કાળા કલરનાં રેઝીનનાં થેલામાં ગેરકાયદેસર માદક પદાર્થ લઇ નિકળેલ છે . તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું ચોક્કસ બાતમી વર્ણનવાળા બે ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) ભૈરારામ ક્રિષ્નારામ ચૌધરી , ઉવ ૩૯ ધંધો - ડ્રાઇવીંગ રહે શૈશાવા , મુલાણીયા ઈટાવા , તા શિતલવાના , જિ.જાલોર , રાજ્ય - રાજસ્થાન તથા ( ૨ ) પુનમચંદ ટીકારામ ચૌધરી , ઉવ .૩૨ , ધંધો - મજુરી , હાલ રહે.સલડી , ભંડેરી ઈન્ડસ્ટ્રીઝ , ( કાળુભાઇ ભંડેરી ) તા.લીલીયા , જિ.અમરેલી મુળ રહે . શૈશાવા , મુલાણીયા ઈટાવા તા.શિતલવાના જિ.જાલોર , રાજ્ય - રાજસ્થાન વાળા ઓને ઝડપી પાડવામાં આવેલ છે . અને બાકી રહેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે .કબ્જે કરેલ મુદ્દમાલ ( ૧ ) માદક પદાર્થ પૌષ ડોડા ના ખાલી ખોખાના ટુકડાઓ , ભુક્કો ૫૦૦ ગ્રામ , કિ રૂ.૧,૫૦૦ / - તથા ( ૨ ) માદક પદાર્થ પોષ ડોડાનો પાવડર ૨૩૦ ગ્રામ કિ.ગ ૬૯૦ / - તથા ( ૩ ) હેરોઇન ૩૮ ગ્રામ ( એક ગ્રામની ૫,૦૦૦ લેખે ) કિ.ર .૧,૯૦,૦૦૦ / તથા ( ૪ ) અફીણ, ૧૦૨ ગ્રામ કિ.રૂા .૧૦,૨૦૦ /- તથા (૫) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૨ , કી.રૂ.૧૨,૦૦૦ / - તથા એક રેઝીનનો થેલો ( બેગ ) કિ.રૂ. .૦૦ / - મળી કુલ મુદ્દામાલ કિ . ૨,૧૪,૩૯૦ / - ના જથ્થા મજકુર બન્ને ઈસમોને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા બે રાજસ્થાની પરપ્રાંતિય ઈસમોને માદક પદાર્થ હેરોઇન , અફીણના તથા પોષ ડોડા , જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

 રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.