જસદણ પોસ્ટ ઓફીસના કર્મચારીનો કોર્ટે નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો વડોદના રહીશ શંભુભાઈ રવજીભાઈ મેટાળીયા વડોદ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. તા.૬/૧/૨૦૧૦ ના રોજ જસદણ પોસ્ટ ઓફીસથી રાષ્ટ્રીય ગ્રામીણ યોજનાના મજુરોને ચુકવવાના પૈસા રૂા. બે લાખ પોસ્ટ ઓફીસના કેશીયર પાસેથી ચુકવવા સારૂ મેળવેલ તેમજ જસદણ પોસ્ટ ઓફીસથી નિયમીત જતા થેલામાં તા.૬/૧/૨૦૧૦ ના રોજ વડોદના થેલામાં ઉપરોત યોજનાના ચુકવણી સારૂ રૂા.૬૦૦૦/ મોકલેલ જયારે વડોદ પોસ્ટ ઓફીસની બ્રાંચમાં તા.૬/૧/૨૦૧૦ ના રોજ રૂા.૭૮૧ સીલક હતી જે મળી રૂા.૨,૦૬,૭૮૧/- ની રકમ સરકારી નાણા પોતાના અંગત ઉપયોગમાં વાપરવા સારૂ ફરજ ઉપર આવેલ નહી. તા.૬/૧/૨૦૧૦ થી ૧૧/૧/૨૦૧૦ સુધી પોસ્ટ ઓફીસના પૈસાની હંગામી ધોરણે ઉચાપત કર્યા ફરીયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રમેશભાઈ રામજીભાઈ વિરડાએ શંભુભાઈ સામે નોંધાવેલ હતી.ફરીયાદ પક્ષે આ કામે લેખીત પુરાવો ઓ દલીલો રજુ કરેલ હતી. અને જુદા જુદા ર૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. આ કામના આરોપી શંભુભાઈ માનસીક બીમારી હોવાથી ૩ દિવસ પૈસા પોતાના ઘરે રાખેલ અને બીમારીના કારણે ભુલી ગયેલ હોવાનું જણાવેલ હતું. આ કામે આરોપીના એડવોકેટે જસદણ કોર્ટમાં લાંબી કાનુની લડત ચલાવેલ હતી. આરોપીએ આ કામે ફરીયાદી અને સાહેદોને તપાસીને પોતાની તરફેણમાં ડિફેન્સ ઉભો કરલ હતો અને આરોપીએ અંગત ઉપયોગ માટે રૂા.૨,૦૬,૭૮૧/- વાપરેલ હોવાનું ફરીયાદ પક્ષ સાબિત કરી શકેલ નથી. કોર્ટ સમક્ષ સત્ય વિગતો લાવેલ હતા આરોપી માનસીક બીમાર હોવા સાબીત કરેલ હતું. આરોપીના એડવોકેટની દલીલો તથા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને ધ્યાને લઈ જસદણ નામદાર કોર્ટેના ચીફ જયુ. પવનકુમાર નવીન સાહેબે આરોપી શંભુભાઈ રવજીભાઈ મેટાળીયાને રહે. વડોદ વાળાને નિદોષ છોડી મકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના એડવોકેટ તરીકે જસદણના એડવોકેટ ભરતભાઈ પી. અંબાણી, તથા ભાવેશભાઈ એસ. ડાભી તથા મનસુખભાઈ બી. ડાભી રોકાયેલ હતા.