સુરત શહેર ના ડીંડોલી વિસ્તારમાં રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગ્યા
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. તો બીજી તરફ સુરતમાં ભાજપના જ ગઢ ગણાતા ડીંડોલી વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. બેનરમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે કોઈપણ પક્ષના ઉલ્લેખ વગર બેનરો લાગ્યા સુરતના ડીંડોલી વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટી બહાર બેનરો લાગ્યા છે. બેનરમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકારણના લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે. આ પ્રકારના બેનરો સોસાયટી બહાર લાગતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ડીંડોલી વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અને ત્યાં આ પ્રકારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેનરો કોણે અને શા માટે લગાવ્યા છે તેની માહિતી સામે આવી નથી