સમગ્ર ભારતવર્ષ તિરંગાયાત્રા હેઠળ રાષ્ટ્રધ્વજના રંગોમાં રંગાયેલો જોવા મળે છે,ત્યારે દરેક ભારતીય આ પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર છે,એ જ રીતે ભાવનગર જિલ્લાના તળાજામાં તાલુકાના ઝાંઝમેર ગામના આરતીબા પરમારે પણ દેશ માટે કઈક કરી બતાવવાનો સંકલ્પ સિદ્ધ કર્યો છે                      આરતીબાએ ગયા વર્ષે પણ નવેમ્બર ડિસેમ્બરમાં 'Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports'મનાલી ખાતે બેઝિક ટ્રેનિંગ લીધી હતી,અને આ વર્ષે on એડવાન્સ ટ્રેનિંગ માટે 'Himalyan mountataineering Institute' દાર્જિલિંગ ખાતે પૂર્ણ કરેલ છે.ટ્રેનિંગ દરમિયાન-'કાબરુડોમ બેઝ કેમ્પ-૧'/ 17500 ફૂટ પર બરફમાં ક્લાઈમિંગ કર્યું,અને ટ્રેનિંગનો જ એક ભાગ જેમાં "ક્લાઈમિંગની સ્પર્ધા"હોય છે,કુલ 48 ની સંખ્યામાં હતી જેમાંથી ગુજરાત માંથી 9 છોકરા અને 1છોકરી એમ 10ની સંખ્યા હતી જેમાંથી મિક્સ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પરમાર આરતીબા-'બ્રોન્ઝ મેડલ'મેળવ્યો અનેં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેમજ ગુજરાત અને માઉન્ટ આબુમાં આવેલી પર્વતારોહણની સંસ્થામાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ ઘણી બધી સેવા આપી હતી                 હિમાલયમાં સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.