ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ત્રણ રસ્તા ઉપર થી વિદેશી દારૂ સાથે 1 બાળ કિશોર સહિત 3 ઝડપાયા

દાહોદ  લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને ઝાલોદ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી અંગેની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આપેલી ટેલીફોનીક બાતમીના આધારે ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ત્રણ રસ્તા ઉપર થી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 1 બાળકિશોર સહિત અન્ય 2 લોકો એમ કુલ 3 લોકોને ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યા.

તેમજ રાજસ્થાનના ડુંગરા ગામે ઠેકા ઉપરથી ઇંગ્લિશ દારૂ ભરી આપનાર 2 અને દારુ મંગાવનાર 1 એમ કુલ અન્ય 3 ઈસમો સામે ગુનો નોંધાયો.કુલ 6 લોકો સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાયો