ગુજરાતમાં આશા વર્કર ચળવળનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકા સોલંકી સત્તા પરિવર્તન માટે પોતાનું યોગદાન આપવા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ચંદ્રિકા સોલંકી માનનીય અરવિંદ કેજરીવાલ જી ના હસ્તે આમ આદમી પાર્ટી નો ખેસ પહેરીને આમ આદમી માં જોડાયા 

જનતા ના દુઃખ દર્દ દૂર કરી એમની સુખાકારી અને વિકાસ માટે ના અરવિંદ કેજરીવાલ ના મજબૂત ઈરાદા થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટી ના સંપૂર્ણ સમર્થન માં જોડાયા

ગુજરાત માં આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો સાથે વર્ષો થી ગુલામી કરાવી રહેલી આ શોષણ ખોર સરકાર સામે બંધારણીય અધિકારો માટે છેલ્લા કેટલાય વર્ષો થી મજબૂત આંદોલન કરી રહ્યા હતા . સરકારી કર્મચારી થઈ ને સરકાર સામે મહિલાઓ ના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો ત્યારે એનું ઈનામ એ મળ્યું કે 2017 માં સરકારી નોકરી માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા .તેમ છતાં આંદોલન અટક્યા વગર વધારે મજબૂત બનતું ગયું હતું. દરેક જિલ્લા કલેકટર કચેરી ઓ ખાતે અસંખ્ય વાર રેલીઓ અને ધરણાં કર્યા. કોઈ ધારાસભ્ય બાકી નથી કે જેને રજૂઆત ના કરી હોય. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પણ રૂબરૂ મળી ને રજૂઆત કરી હતી. છેલ્લે છ મંત્રીઓ ની કમિટી સાથે બેઠક યોજી ને બે કલાક સુધી ચર્ચા કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં અને સમગ્ યોજના કેન્દ્ર સરકાર દ્વારા હોવાથી મોદી સરકાર નિર્ણય લઈ શકે એમ કહી ને હાથ અધ્ધર કરી લીધા હતા અને છેલ્લે દિલ્હી જઈ ને પણ જંતર મંતર પર ધરણા કર્યા હતા તેમ છતાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નહોતું. .

  વધુ માં ચંદ્રિકા સોલંકી એ કહ્યું હતું આ ભાજપ સરકાર ની માનસિકતા ગરીબ વિરોધી તેમજ મહિલા વિરોધી છે. એટલે જ મહિલાઓ ને મજબૂર અને લાચાર સમજી ને એમનું શોષણ કરી ને બંધારણીય અધિકારો થી વંચિત રાખી રહી છે. મહિલા શસકતિકરણ ના દાવા ફક્ત પોસ્ટ અને બેનર માં જ દેખાઈ રહ્યા છે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને યોગ્ય વળતર ચૂકવી ને એમ ને આર્થિક રીતે શસકત બનાવવાની કોઈ નિયત દેખાતી નહોતી 

 એટલે છેવટે ન્યાય મેળવવા માટે આશા વર્કર અને આશા ફેસીલીટેટર બહેનો ની તમામ માંગણીઓ અને સમસ્યાઓ લઈને અરવિંદ કેજરીવાલ જી સાથે મુલાકાત કરી હતી , જ્યાં અરવિંદ કેજરીવાલ જીએ ચંદ્રિકા સોલંકી ને ખાતરી આપી હતી કે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા પછી, જ્યારે 15 ડિસેમ્બરે સરકાર રચાશે, ત્યારે તમામ આશા વર્કર બહેનોની માંગણીઓ સંતોષાશે. જેથી અરવિંદ કેજરીવાલ ના આ વચન પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. અને સત્તા પક્ષ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 27 વર્ષ ના બીજેપી ના શાસન માં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી થી હવે જનતા કંટાળી ગઈ છે..આ અભિમાની સરકાર વર્ષો થી મહિલાઓ, યુવાનો,ખેડૂતો કર્મચારી ઓ અને ગરીબો નું શોષણ કરી રહી છે. મળતિયા ઓ ને માલા માલ કરનાર માત્ર ઉદ્યોગ પતિઓ ની સરકાર ને ઘર ભેગી કરી આમ આદમી પાર્ટી ની સરકાર રચવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી માં વિધિવત જોડયા હતા.. 

અરવિંદ કેજરીવાલની જનતાના પ્રશ્નોના નિરાકરણની રાજનીતિથી પ્રભાવિત થઈને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસારમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, આ જોઈને સ્પષ્ટ થાય છે. કે લોકો આ વખતે પરિવર્તન લાવવાના મૂડમાં છે.