સુરતના ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા આરોપી ને એસ. ઓ. જી ની ટીમે ઝડપી પાડ્યો.

માંગરોળ ની ચંડાલ ચોકડી પર થી ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા આરોપી ને એસ. ઓ. જી ની ટીમે ઝડપી પાડ્યો

આરોપી પ્રવીણ ઉર્ફે વાલ ભુપેન્દ્ર વસાવા નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામનો વતની છે માંગરોળ તાલુકા મથકની ચંડાલ ચોકડી પર થી એસ ઓ જી ની ટીમે ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા સહિત ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનારા એક આરોપીને ઝડપી લીધો હતો ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘર ફોડ ચોરીમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવતા એસ ઓ જી સુરત શાખા ના પી આઇ બી જી ઈસરાણી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ઠાકોરભાઈ હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાબાભાઈ વગેરેની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સહકર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ અને એ એસ આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ ને સંયુક્ત બાતમી મળી હતી કે ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી માંગરોળ ગામની ચંડાલ ચોકડી ના પીક અપ બસ સ્ટેશન પાસે ઉભો છે જેને આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવતા આરોપી ઝડપાઈ ગયો હતો તેની પૂછપરછ પોલીસે કરતા આરોપીએ પોતાનું નામ પ્રવીણ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે વાલ ભુપેન્દ્રભાઈ વસાવા ઉંમર વર્ષ 22 રહે કાટીપાડા ગામ ભગત ફળિયુ તાલુકો નેત્રંગ જીલ્લો ભરૂચ નો હોવાનું જણાવ્યું હતું આરોપીએ ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ ચોરીની કબુલાત કરી હતી.