સરકારી આઈટીઆઈ કોલેજ તળાજા ખાતે તા-૧૮-૧૦-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ટાટા મોટર્સ કંપની -સાણંદ માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો

       જેમાં આઈટીઆઈ તળાજા તથા અન્ય આઈટીઆઈના ૬૨ તાલીમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ અને તેમાંથી ૪૪ થી વધુ તાલીમાર્થીઓનું ટાટા કંપનીમાં પ્રાયમરી સિલેકશન થયું છે. ખાસ વાત એ છે કે સંસ્થાના 7 જેટલા વિદ્યાર્થીઓને ITI ના ચાલુ અભ્યાસે જ નોકરી મળી ગઈ છે. જે તળાજા ITI ની મહત્વની સફળતા ગણી શકાય. વધુમાં સરકારી આઈટીઆઈ કોલેજ ભવિષ્યમાં પણ તળાજા તાલુકાના યુવાઓ માટે રોજગારીલક્ષી કાર્ય માટે હમેશા પ્રયત્નશીલ રહેશે તેમ સંસ્થાના આચાર્યશ્રી જયભાઈ દવે અને પ્લેસમેન્ટ ઇન્ચાર્જશ્રી પી.બી.વકાણીએ માહિતી આપેલ.સદર ભરતી મેળાને સફળ બનાવવા માટે સંસ્થાના ફોરમેનશ્રી સી.વી. પટેલ અને શ્રી ટી.બી.ખસીયા તેમજ સમગ્ર સ્ટાફએ જહેમત ઊઠાવી હતી.