પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી મિલ્કત સંબંધી ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઇકાલ તા.૧૭/૧૦/૨૦૨૨નાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે,રંઘોળા ચોકડી પાસે ધોળા રોડ ઉપર આવેલ વૃંદાવન હોટલે ઇન્ડીયન ઓઇલ લખેલ અશોક લેલન્ડ કંપનીનાં ટેન્કર-૨માં પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું પ્રવાહી ભરેલ છે. તે બંને શંકાસ્પદ ટેન્કર છે. જેથી આ બાતમીવાળી જગ્યાએ આવતાં હોટલે હાજર કલ્પેશ ઉર્ફે બુધો તીખાભાઇ ડાંગર ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે.આહિર સમાજની વાડી પાસે ,રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર વાળાની માલિકીનાં ટેન્કર રજી.નંબર-GJ-08-AU-4618 તથા GJ-01-BY-1883માં કોફી કલરનું તથા આછા પીળા કલરનુ પ્રવાહી ભરેલ પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું અલગ પ્રકારની દુર્ગંધવાળું પ્રવાહી ભરેલ મળી આવેલ.જે ટેન્કર રજી.નંબર-GJ-08-AU-4618માં આશરે ૫ હજાર લીટર તથા રજી.નંબર-GJ-01-BY-1883નાં ટેન્કરમા આશરે ૨૦ હજાર લીટર પ્રવાહી ભરેલ હોય.જે અંગે હાજર માણસ પાસે આધાર પુરાવા માંગતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ તે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ.જેથી આ બંને ટેન્કર તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતાં જવલનશીલ પેટ્રોલીયમ પેદાશ પ્રવાહી લી.૨૫,૦૦૦ની કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/- તથા બંને ટેન્કરની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે ઉમરાળા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી થવા માટે નોંધ કરાવી આગળની તપાસ જે.એ.લાંગાવદરા પો.હેડ કોન્સ., એલ.સી.બી., ભાવનગર નાંઓને સોંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, શકિતસિંહ સરવૈયા, બીજલભાઇ કરમટીયા