રાજુલા ખાતે ધાતરવાડી ફાર્મર એગ્રો પ્રોડ્યુસર કંપની ની મુલાકાત લેતા એ.પી.એમ.ટર્મીનલ્સ ( ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ )ના ડિરેક્ટર શ્રી મી.જુલિઅન બેવીસ, તેમજ ડિરેક્ટર્સ શ્રી મી સૉરેન બ્રેરાંડત નેધરલેન્ડ, તેમજ તેમની સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના C.O.O.શ્રી પી. કે. મિશ્રા, તેમજ CSPC ના સી.ઓ.શ્રી સુજીત કુમાર, તેમજ CSPC ના સી.ઈ.ઓ. શ્રી અનુરાગ ચતુર્વેદી, તેમજ ધાતરવાડી ફાર્મર પ્રોડયુસર કંપનીના ચેરમેન દિલીપભાઈ સોજીત્રા,ધારેશ્વર. તેમજ ડિરેક્ટરશ્રી મધુભાઈ ધાખડા, ઉચૈયા, તેમજ ડિરેક્ટરશ્રી ભરતભાઈ ખુમાણ મોટા આગરીયા.તેમજ ડિરેક્ટર શ્રી કરણભાઈ વાઘ ગાંજાવદર, તેમજ DFAPCL ના કર્મચારીગણ ભીખુભાઇ ગજેરા, તેમજ જયેશભાઈ મારુ વિગેરે હાજર રહ્યા હતા. આ પ્રતિનિધિ મંડળને ડી.એફ. એ.પી.સી. એલ કંપની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયું હતું. ત્યારબાદ રાજુલા માં ચાલતી ચૈડી સંસ્થાની મુલાકાત લીધી હતી. તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી. અને કામગીરી અંગે ખૂબ જ સંતોષ વ્યક્ત કરવામા આવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વૃક્ષારોપણ ના આ કાર્યક્રમમાં મિસ્ટર જુલીઅન અને સૉરેન બ્રેરાંડતે હોંશે હોંશે ભાગ લીધો હતો. અને વૃક્ષારોપણ કર્યાબાદ તેઓશ્રીના દ્વારા વૃક્ષોને પાણી પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પીપાવાવ પોર્ટ ખાતે જવા રવાના થયા હતા. રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી