ઝાલોદ ડેપોના મિકેનિકલ ને એસટી ડ્રાઈવરે માર મારતા ડેપોના મેકેનિકોએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું
ઝાલોદ ડેપો ખાતે મિકેનિકો દ્વારા ડેપો મેનેજર ને આવેદનપત્ર
ડ્રાઇવર દ્વારા મિકેનિકલ ને માર મારવામાં આવ્યો
તારીખ 28 9 2022 ના રોજ પીએમ નો પ્રોગ્રામ હોવાથી ઝાલોદ ડેપો માથી ગાડીઓ ફાળવેલ હતી તે દરમિયાન ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં વિનોદ વસૈયા ડેપોના મિકેનિકલ બી આર ડીંડોર ને મા બેન સમી ગાળો બોલી ગાલ પર થપ્પડ મારેલ વર્કશોપ માં પડેલ છુટ્ટા લોખંડના ગા પણ કરે છે તે બાબતે ડેપો મેનેજર વસૈયા ને આ બાબતે મૌખીક જાણ કરવામાં આવી હતી ડેપો મેનેજર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવતું હતું તે બનાવ બનેલ 20 દિવસ પુરા થઈ ગયા પરંતુ માર મારનાર ડ્રાઇવર સામે કોઈ શિક્ષાત્મક પગલા કે કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવેલ નથી જેના કારણે ઝાલોદ ડેપો ના તમામ મિકેનિકલ કર્મચારીઓ આવી કોઈ ઘટના બીજા કર્મચારીઓ ના થાય તે હેતું થી ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે ધટના બની છે તેની સામે યોગ્ય બે દિવસ શિક્ષાત્મક પગલાં કે કોઈ કાર્યવાહી કરવામાં ન તો તમામ મિકેનિકલ સ્ટાફ હડતાલ પર જઈશું તેવી ડેપો મેનેજર ને લેખીત મા આવેદન આપવામાં આવ્યું હતું.