સુરત શહેરના બારડોલી વિસ્તારમાં આવેલ ચલથાણા ગામે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું.

ચલથાણ ગામે એક કરોડ સાત લાખ 30 હજાર ના 29 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ સંજીવની સોસાયટીમાં યોજાયો પલસાણા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ચલથાણ ગામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ લક્ષી કામો રસ્તા, પાણી, અને ગટરની સુવિધાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ ચલથાણ સંજીવની હાઉસિંગ સોસાયટી ખાતે માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ચલથાણ નગરમાં વિવિધ યોજનાઓ થકી ગટર અને રસ્તાના રૂપિયા 64 લાખ ત્રીસ હજારના કુલ 19 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે 43 લાખ દસ હજારનાં રોડ અને ગટરનાં નવા 10 કામોનું ખાતમુહૂર્ત મળી કુલ એક કરોડ સાત લાખ 30 હજાર ના 29 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચલથાણ ગામ પંચાયત સરપંચ સહિત તમામ સભ્યો અને રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.