બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી તથા પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ

....................

બોટાદ નગર વાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનુ મંચ પર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણી સહિત જિલ્લાના પદાધિકારીઓએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત અભિવાદન કર્યુ હતું. આ ઉપરાંત બોટાદ જિલ્લા સંગઠન વેપાર મંડળ, એડવોકેટ એસોશિયેશન, પોલીસ પરિવાર સહિત વિવિધ એસોસિયેશન દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. અંતમાં ગૃહમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવો દ્વારા નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરીના સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ આ અવસરે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ,ધારાસભ્યશ્રી સૌરભભાઇ પટેલ, શ્રી આત્મારામભાઈ પરમાર,જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહ, ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયા, બોટાદ મધુસુદન ડેરીના ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ, પોલીસ કર્મીઓ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં