પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ વિસ્તૃત
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને માટે તથા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની કુલ 10 ટ્રિપ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 29 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2022 સુધી દર શનિવારે અમદાવાદથી 23.35 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે ઓખાથી 23.45 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના રવાના થવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.
***
Sms news ઉપર વધુ માહિતી જોવો social_media_sandesh