મહેમદાવાદ શહેરમાં આવેલ સેવાદળ રોડ પાસે આવેલ " સાકલા સૈયદ " બાવા ની મજાર તેમજ દરગાહ ઉપર " ( સઁદલ ) નો કાર્યક્રમ યોજાયો....

    મહેમદાવાદ મા આવેલ સેવાદળ રોડ પાસે " સાકલા સૈયદ બાવા ની દરગાહ " જે ઘણા સમયથી મુસ્લિમ બિરાદરો માટે આસ્થા તેમજ ઈબાદત નું એટલે લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે કે આ દરગાહમાં જે સાકલા સૈયદ બાવાની મજાર છે અને તેમાં બાવા જાણે હાજરા હજૂર ના હોય...???!!

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

   મુસ્લિમ બિરાદરો દ્વારા ગુરૂવાર જેવા દિવસે અને વર્ષ દરમિયાન આવતા મુસ્લિમ બિરાદરોના તહેવારોમાં પણ અહીં ફુલફાતીયા તેમજ નમાજ અદા કરવામાં આવે છે.. અને કહેવાય છે કે તહે દિલથી ઈબાદત કરનારને બાવા જરૂરથી દર્શન આપે છે અને ગમે તેવી મન્નત એ મનોકામના બાવા પૂર્ણ કરે છે અને કહેવાય છે કે અહીં અલ્લાહના એક નેક બંદાને સોનાની સાંકળ પણ બાવાએ અલ્લાહતાલા ના એ નેક બંદા ને આપવા બતાવી અને તેની નિયત અને બન્દગી ની કસોટી કરતા એક મોટો નાગ પણ બતાવતા તે ડરી ગયો...???!! અને એટલે જ કહેવાય છે કે એ "સોનાની સાકળ " ઉપરથી આ બાવા ની મજાર નું નામ પડ્યું ""સાકલા સૈયદ બાવા ની મજાર """.....!!!!

   તો આ બાવાની મજાર ના સ્થાનકે તારીખ : 15/10/2022 શનિવાર અને 18 મો ચાંદ.. રબી -ઉલ - અવ્વલ, સાલ -1444.. હિજરી એટલે કે ઈસા ની નમાજ બાદ ભવ્ય સઁદલ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પાક પર્વમાં ( સંદલ શરીફ) માં મહેમદાવાદ શહેરના લોબાનઅલીશા બાવા ની દરગાહ ના મુબારકબાપુ,મોલવીયો, યુવાનો, નાના મોટા સૌ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરી, ફુલ ફતિયા તેમજ કલમાં પઢી બાવા ના રહેમો કરમ તેમજ મહેમદાવાદ શહેર અને સૌ માટે તંદુરસ્તી, શાંતિ, અમન જેવી અનેક ની દુવા કરી હતી.

   અંતમાં સૌ મુસ્લિમ બિરાદરો માટે પ્રસાદી રૂપે એટલે કે "" ખીર "" ની નિયાત નું આયોજન કરવામાં આવ્યુ હતું અને લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી જે આ સંદલ સરીફ થાય છે તે જ્યાં સુધી કાઈનાત રહે તયાં સુધી અલ્લાહતાલા અને સાકલા સૈયદ બાવા ના રહેમોકરમ થી હંમેશા થતું રહે તેવી દુઆ સાથે સૌ છુટા પડયા હતા.