ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ માટેનો ક્રાન્તિવીર મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ નટુભાઈ પરમારને એનાયત થયો છે. વંચિતો-દલિતોના પ્રશ્નોને વાચા આપતા પત્રકારત્વમાં એમના નોંધપાત્ર લેખન માટે નટુભાઈ પરમારને અમદાવાદ ખાતે આયોજિત જાહેર સમારોહમાં આ વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારને હસ્તે શાલ, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને રૂપિયા પચાસ હજારની રકમના રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મળેલ રોકડ પુરસ્કારની રકમને સમાજોપયોગી કામોમાં જ ખર્ચવાનો જેમનો નિર્ધાર છે તે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર ખેડા જિલ્લાના ખેડા ગામના વતની છે.દલિત સાહિત્ય - પત્રકારત્વ પર નટુભાઈ પરમારના આઠ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે.