*હવામાન આગાહી તા ૦૩ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨* 🌞⛅🌤🌾🌿
*જીલ્લા કૃષિ હવામાન એકમ DAMU કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી*
*હવામાન સારાંશ* 🌤⛅🌞: અમરેલી જીલ્લામાં આગામી ૫ દિવસ દરમિયાન હવામાન આંશિક ભેજવાળુ અને મોટાભાગે વાદળછાયું રહેવાની શક્યતા છે. આગામી ૪ દિવસ દરમિયાન જીલ્લા માં અમુક જગ્યાઓ પર ઓછી શક્યતા સાથે હળવા વરસાદની શક્યતા છે, દિવસ-૫ અને ત્યાર બાદ ઘણી જગ્યા પર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી ૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૨-૩૪ °સે અને લઘુત્તમ તાપમાન ૨૫-૨૬ °સે જેટલું રહેવાની શક્યતા છે.
🌬🌬🌬*પવનની ગતિ*: પવનની ગતિ સામાન્ય, અંદાજીત ૧૩-૨૧ કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે. દિશા મોટાભાગે પશ્ચિમ નૈરુત્ય રહેવાની શકયતા છે.
🔴🟠🟡🟢*આગોતરું અનુમાન*: તા. ૦૮ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. ઘણી જગ્યાઓ પર હળવા થી મધ્યમ, અમુક જગ્યાઓ પર ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે.
*સામાન્ય કૃષિ સલાહ*
→ જમીનજન્ય રોગ, મગફળીમાં સફેદફૂગનો સુકારો, કપાસનો સુકારો, મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્માં ફૂગનો પાઉડર હેકટરે ૨.૫ કીલો વાપરવો.
→ રોગનો ઉપદ્રવ વધારે હોય તો કાબેર્ન્ડાઝીમ ૦.૦પ % ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી મિશ્રણ કરી મૂળ વિસ્તારમાં રેડવું (ડ્રેન્ચિંગ કરવું).
→ અનિયમિત વરસાદનાં જોખમને ઓછું કરવા કપાસના પાકમાં તલ, મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોને આંતર પાક તરીકે વાવવાનું આયોજન કરવું.
→ કપાસમાં ગુલાબી ઈયળની મોજણી માટે પ્રતિ એકરે બે ફેરોમેન ટ્રેપ (લ્યુર સાથે) લગાડવા, રોજ ફૂદાની સંખ્યા તપાસવી અને સતત ૩ દિવસ સુધી સરેરાશ ૮ નર ફૂદા પકડાય તો લીંબોળીના મીંજ ૫% અથવા લીંબોળીનું તેલ પ૦ મિલી પ્રતિ ૧૦ લીટર છંટકાવ કરવો.
→ પવનની ગતિ વધુ હોય ત્યારે જંતુનાશક દવા, ખાતરનો છંટકાવ કરવો નહિ.
→ કોઈપણ પાકના બિયારણને પટ આપવા માટે પહેલા ફૂગનાશક, કીટનાશક અને ત્યારબાદ જ જૈવિક ખાતરનો પટ આપવો.
→ બિયારણ=>ફૂગનાશક=>કીટનાશક=>જૈવિક ખાતર
→ ચોમાસા પહેલાં કરમીયાની દવા પશુઓને પીવડાવી દેવી જોઈએ જેથી પશુઓને રોગો સામે રક્ષણ મળે કારણ કે ચોમાસામાં કરમિયાનું પ્રમાણ વધે છે.
→ કપાસમાં ગુલાબી ઈયળની મોજણી માટે ફેરોમેન ટ્રેપ ૨/એકર લગાડવા, સતત ૩ દિવસ સુધી સરેરાશ ૮ નર ફૂદા પકડાય તો સંકલિત નિયંત્રણના પગલા લેવા.
રીપોર્ટર બાય. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી