વલ્લભીપુર | વલ્લભીપુરમાં રેસિડેન્સિયલ સોસાયટીઓમાં 5G મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવતાં હોઈ અકસ્માત નું અને રેડિયેશન નું જોખમ તોળાતા લોકોમાં ભારે વિરોધ ઉભો થઈ રહ્યો છે. વલ્લભીપુર ની અનેક સોસાયટીમાં જીઓ મોબાઈલ ટાવર મુકવાના વિરોધમાં સોસાયટી ઓના લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ શહેરની મધ્યમાં આવતી ગર્સ સ્કૂલ ની બાજુમાંજ મોબાઈલ ટાવર ઊભો કરતા બાળકોના એજ્યુકેશન રેડિયેશન ની ગંભીર અસર સામે આવી શકે તેમ છે , આજુ બાજુ પક્ષીઓના કલરવ આ મોબાઇલ નેટવર્કના લીધે છીનવાઈ જશે જેથી પક્ષી પ્રેમીઓ મા પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો , વલ્લભીપુર નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી આપી નથી તેમ છતાં ટાવર ઉભો કરતા જનતા રોષે ભરાઈ છે અને જો ટાવર ઊભો કરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરશે તેમ સોસાયટીના સદસ્યો દ્વારા ચીમકી અપાઈ હતી.