મહાકાલ સેનાની સંકલ્પ યાત્રા લીમડી નગરમાં આવી.ઝાલોદના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંમડી નગરમાં મહાકાલ સેના ની સંકલ્પ યાત્રા નુ ભવ્ય સ્વાગત કરાયુ
ગુજરાત મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા દર વર્ષે ઉજજેન યાત્રા નો સંકલ્પ લીધેલ હતો .દર વર્ષ ની જેમ આ વર્ષે તા-15-10-2022 ના રોજ સવારે ગાંધીનગર થી 138 ગાડી સાથે મહાકાલ સેના ની સંકલ્પ યાત્રા નીકળી હતી .ગાંધીનગર થી સંકલ્પ યાત્રા મહીસાગર પંહોચી હતી. મહીસાગર થી ઉજ્જૈન જવા માટે મહાકાલ સેનાની બિજી 40 ઉપરાંત ગાડી જોડાય હતી ત્યારે સાંજના 7:30 કલાકે ગુજરાત મહાકાલ સેના ની સંકલ્પ યાત્રા 200 જેટલી ગાડી સાથે લીમડી આવી પંહોચી હતી.
લીમડી આવતા જ ઝાલોદ એ.પી.એમ.સી ના ચેરમેન મહેશભાઇ ભુરીયા, એ.પી.એમ.સી ના ડિરેક્ટરશ્રીઓ મનપ્રિતસિંહ રાઠોડ તથા પંકજભાઈ કરનાવટ, હરિશ્ચંદ્ર સિંહ , વિરેન્દ્રસિંહ, હિતપાલ સિંહ,શિવરાજ સિંહ, નરેન્દ્રસિંહ,વિરેન્દ્રસિંહ , ધર્મેન્દ્રસિંહ તથા ગ્રામજનો મહાકાલ સેના નુ ફૂલહાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતુ મહાકાલ સેના નુ લીમડી મા અડધો કલાક ના વિરામબાદ ફરી ઉજ્જૈન તરફ રવાના થયા હતા. જેને પગલે લીંમડી નગરમાં મહાકાલ ના જયકાર સાથે ધાર્મિક વાતાવરણ પણ જોવા મળ્યુ હતું