ભારત હવે પાણીની અંદરથી પણ પરમાણુ હુમલા કરવા વિશ્વનો છઠ્ઠો 'ન્યુક્લિયર ટ્રાયડ' દેશ બની ગયો છે.

બંગાળની ખાડીમાં તૈનાત INS અરિહંત સબમરીન ઉપર 14 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના અધિકારીઓએ ટ્રિગર દબાવતાજ સબમરીનમાંથી K-15 SLBM મિસાઈલ લોન્ચ થઈ. 

જેણે 750 કિમી દૂરના લક્ષ્યને સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

આમ આધુનિક સબમરીન બેલિસ્ટિક મિસાઇલ ઓવરવોટર અને પાણીની અંદર બંને જગ્યાએથી છોડી શકાય છે. 

આ મિસાઈલ એક સાથે અનેક ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ પરમાણુ હુમલા માટે પણ થઈ શકે છે. એટલું જ નહીં, તેમની રેન્જ 12,000 કિમી સુધીની હોઈ શકે છે.

ભારતે શુક્રવારે જે SLBMનું પરીક્ષણ કર્યું તે 750 કિમીના અંતર સુધીના તેના લક્ષ્યને નષ્ટ કરી દીધું હતું.

આમ, આ સાથેજ ભારત વિશ્વનો છઠ્ઠો 'ન્યુક્લિયર ટ્રાયડ' દેશ બની ગયો છે.