સુરત શહેરના ઉધના વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી લખાણ લખાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

સુરત શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. ફરી એક વાર ચૂંટણીમાં ધાર્મિક મુદ્દાઓ વારંવાર ઉછળી રહ્યા છે. હિન્દુ વિરોધી કેજરીવાલ. પાછા જાઓનું લખાણ દિવાલો પર લખવામાં આવ્યું છે. આ લખાણ કરનાર લોકોએ કહ્યું કે ભાજપ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુતે લખાણ માટે કહ્યું હતું. જ્યારે અમિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી માત્ર સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારના ખેલ કરી રહી છે ષડયંત્ર રચી રહી છે. કેજરીવાલ હિંદુ વિરોધી લખાણથી ચર્ચા સુરતમાં ઉધનાથી પરવટ પાટિયા વિસ્તારમાં દિવાલ ઉપર સૂત્ર લખવાનું કામ આપવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જેમાં કામદાર દ્વારા દિવાલ ઉપર હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ એવું લખાણ લખાવવામાં આવી રહ્યું હતું. તાજેતરમાં જ આપના નેતા દ્વારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી. તેમજ ગોપાલ ઇટાલિયા વારંવાર ધાર્મિક બાબતોને છેડતા નિવેદનો કરતા હોય છે. આ તમામ બાબતોને ટાંકીને કેજરીવાલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રકારની છબી ઉભી કરવામાં આવી રહી છે. જે દિવાલ ઉપર લખાણ લખવામાં આવી રહ્યું હતું. તે શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત દ્વારા કરાવવામાં આવી રહ્યું હોવાની વાત વીડિયોમાં સામે આવી છે.