કડી : કડી તાલુકાના નંદાસણ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને સપાટો બોલાવ્યો હતો. મહેસાણાથી અમદાવાદ તરફ જતી મારૂતિ સુઝુકી કંપનીની ગાડીને વાહન ચેકીંગ દરમિયાન રોકીને તલાશી લેતા અંદરથી ચોરખાનામાંથી વિદેશી દારૃનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નંદાસણ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ એસ્સાર પેટ્રોલપંપ પાસે નાઇટ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે મારુતિ સુઝુકી કંપનીની ગાડી મહેસાણાથી અમદાવાદ તરફ જવાની છે અને તેના અંદર વિદેશી દારૃનો જથ્થો સંતાડેલો છે. જેના આધારે નંદાસણ પી.આઇ સહિત પોલીસ સ્ટાફના માણસો હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં તેમજ વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એસ્સાર પેટ્રોલપંપ પાસે ગાડી નં GJ 1 RW 1796 પહોંચતા પોલીસે ગાડીને ઉભી રાખીને ગાડીમાં બેઠેલા માણસોનું નામ ઠામ પૂછતા જેઠારામ નારણ રામ જાટ રહે પાદરડી બાડમેર રાજસ્થાન, જ્યારે બાજુની સીટ ઉપર બેસેલ ઈસમનું પોલીસે નામઠામ પૂછતાં ક્રષ્નકુમાર જાટ રહે બાડમેર રાજસ્થાન જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાસી લેતાં કારની અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ ગાડીની ડેકી ખોલીને તલાસી કરતાં ચોરખાનામા સંતાડેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલ 160 મળી આવી હતી. તેમજ પોલીસે સ્થળ ઉપરથી ₹.2,19,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.

મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર નંદાસણ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસે ઝડપાયેલા જેઠારામ જાટની સઘન પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે, રાજસ્થાનના બાડમેર અલગઅલગ ઠેકા ઉપરથી વિદેશી દારુનો જથ્થો ખરીદીને અમદાવાદ શાહીબાગ ખાતે રહેતા છોટુભાઈને ત્યાં લઈ જવાનો છે. જેવું કબુલતા પોલીસે કુલ 3 ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી. નંદાસણ પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ તેમજ ગાડી મોબાઈલ સહિત કુલ ₹.7 લાખ 40 હાજાર સાત સો દસ નો મુદ્દામાલનો કબ્જો મેળવ્યો હતો. તેમજ કડી તાલુકાના નંદાસણ પોલીસે ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.