જુનાગઢ દેશમાં પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર અને

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગિરનાર રોપવેની ડેવલપર ઉષા બ્રેકોએ

ગિરનારમાં આગામી દિવાળીમાં પ્રવાસીઓ અને

શ્રધ્ધાળુઓના ભારે ધસારાને પહોચી વળવા માટે

તેની ક્ષમતામાં વધારો કર્યો છે.દિવાળીની તહેવારોની સિઝન પૂર્વે ઉષા બ્રેકોએ

તા.10 થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રોપવે

સિસ્ટમના પૂર્વ આયોજીત મેઈન્ટેનન્સની કામગીરી

પૂરી કરી છે અને રોપવેની વહન ક્ષમતામાં

વધારો કર્યો છે. આયોજન મુજબ રોપવે તા.16

ઓક્ટોબરથી કાર્યરત થઈ જશે. ઉષા બ્રેકોના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દિપક

કપલીશે, જણાવ્યું હતું કે “અમે 6 કેબિનનો

ઉમેરો કરીને રોપવે સિસ્ટમમાં કેબિનની કુલ

સંખ્યા 31 કરી છે. આના પરિણામે રોપવેની

વહન ક્ષમતા દર કલાકે 800 થી વધીને 1000

થઈ છે. વધારેલી 25 ટકા ક્ષમતાના કારણે

દિવાળીના તહેવારોમાં પ્રતિક્ષાનો સમય ઓછો

થશે. અમે રોપવેના અપર સ્ટેશનની નજીક

બેઠક ક્ષમતામાં વધારો કર્યો છે, જેના કારણે

શ્રધ્ધાળુઓ ડ્યૂઈંગ પોઈન્ટથી આસપાસના

કુદરતી સૌંદર્યની મજા સરળતાથી માણી શકશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.24

ઓક્ટોબર, 2020ના રોજ ગિરનાર રોપવેનું

ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને દિવાળીના

તહેવારોમાં બરાબર બે વર્ષ પૂરાં થયા છે. અગાઉ

ગિરનાર ચઢવા માટે 6 થી 7 કલાકનો સમય

લાગતો હતો, હવે માત્ર 7 થી 8 મિનિટ જ લાગે

છે. આ સુવિધાને કારણે શ્રધ્ધાળુઓ ઝડપથી

અને સુગમ રીતે ગિરનાર પર જઈ શકે છે.

અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ

ગિરનારો રોપવે સર્વિસનો લાભ લીધો છે. રોપવે

સર્વિસ સવારના 7 થી સાંજના 5 સુધી કાર્યરત

રહેશે.

દીપક કપલીશે વધુમાં જણાવ્યું હતું કે “ગયા વર્ષે

દિવાળીના તહેવારો દરમ્યાન 15 દિવસમાં આશરે

90 હજાર લોકોએ ગિરનાર રોપવેનો લાભ લીધો

હતો. કોવિડ- મહામારીની સ્થિતિ વિતી જવાને

કારણે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં

હવે વધારો થશે. રોપવેનો ઉપયોગ કરનારની

સંખ્યા આ વર્ષે 1 લાખનો આંક વટાવી જાય

તેવી અપેક્ષા છે.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ